Posted by: ઊંઝા જોડણી on: September 18, 2008
પરદેશમાં વસતા સાહિત્ય રસિકોએ મોકલેલી ગરબાના (અથવા લોકગીતના) ઢાળમાં ઊંઝામાતાને ખમાવતી કવિતા. (એક બ્લોગર મિત્રના મતે આ કવિતામાં કાફિયા છે, રદીફ છે, ગઝલિયત છે ; બસ છંદ સચવાયો નથી એટલે આ કવિતા ગઝલ બનતા બનતા રહી ગઈ). વારુ, જે થયું સારુ થયું! ઊંઝાના આતંકવાદથી ખરડાયેલી ગુજરાતી ભવિષ્યમાં કદાચ નાશ પામશે પણ ઊંઝા જોડણીના ખોફને ખડું કરતું આ લોકગીત લોકોના મોઢે સદીઓ સુધી રમતું રહેશે……
પાડાના પૂંછડાની પોંખણી
ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે?
લિપિની લોહિયાળ તોડણી છે!
ઈકડે તીકડે જેવું લાગે ઊપરથી,
મરાઠીના મહોરામાં કોંકણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
સુહાગરાતના દુલ્હનને છોડી,
રખાતને રાતની સોંપણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
ઊડઝૂડ પવનની થપાટમાં આમતેમ,
ફંગોળાતી ફાટેલી ઓઢણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
મજૂર બેઠો પગ ચડાવીને માથે,
ખાડે ખૂંપેલી એની ખોદણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
વાઈ ચડી વાયડી તે પછડાટો ખાય છે,
લોક પડતું પગમાં, માને જોગણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
ગુજરાતીના મોઢે ગોબર લીંપે પંડિતજી,
પાડાના પૂંછડાની પોંખણી છે.
o ઊંઝા તે જોડણી કાંઈ જોડણી છે? લિપિની લોહિયાળ તોડણી છે!
***
પાઘડીનો વળ છેડેઃ
આ એક કાલ્પનિક હાસ્ય/વ્યંગ કાવ્ય છે. આમાં આવતા પાત્રો કે ઘટનાઓ સંજોગોવશાત ચોક્કસ બિન-અતંકવાદી વ્યક્તિઓ , સંગઠનો કે પરિસ્થિતિઓને મળતા/ભળતા જણાય તો તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહી. ખાલીખોટા ઉત્તેજિત થઈ બ્લડ-પ્રેશર વધારવું નહીં. આજકાલ સ્ટ્રોકની જવાબદારી આડેધડ થતા નમકના ઉપયોગ પર ઢોળી દેવામાં આવે છે.
(અન્ય લોકવાચાની જેમજ આ કવિતાને કોઈ શિર્ષક અપાયું નહોતુ. કવિતાનું શિર્ષક બ્લોગ સંચાલકોએ આપ્યું છે.)
1 | nare mistry
June 28, 2009 at 10:57 pm
My answer to Unjha lovers is ‘ if you are not capable to learn language then better go and use other language and try your idea there….they will kill you-physically!’
All languages have their own picularity and they get killed if you change its formate…I am experiencing it here for Korean language-it has limited sylables which makes it difficult to express their views in other language.