Posted by: ઊંઝા જોડણી on: September 16, 2008
ધન્યવાદ મિત્રો!
ઊંઝા જોડણીના આતંકવાદથી લોકોને માહિતગાર કરવા બદલ આ બ્લોગના સંચાલકોને ટૂંકા સમયમાં અનેક નામી અનામી વ્યક્તિઓના શુભેચ્છા સંદેશ મળ્યા છે. તમારા બધાના સહયોગ બદલ ધન્યવાદ. સાચો ગુજરાતી (કે સાચી ગુજરાતણ) અને સાર્થ મુજબ લખવાનો પ્રયત્ન કરતી દરેક વ્યક્તિ આ બ્લોગની માલિક છે. જે કોઈએ અમને ઊંઝાના જોડણી ઉપર જોકસ, કવિતાઓ, રમૂજી ટૂચકાઓ, કટાક્ષ લેખો મોકલ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમે ખાત્રી આપીએ છીએ કે ઊંઝાના આતંકવાદીઓથી બચાવવા તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. તમારી રચનાઓ અનામી તરીકે અથવા તમારા ઉપનામે પ્રગટ કરવામાં આવશે.
તાજા સમાચારઃ
પરદેશમાં રહી ગુજરાતીને પ્રેમ કરતા એક સાહિત્ય વર્તુળને આ બ્લોગમાં રસ પડ્યો છે એ આ બ્લોગની પહેલી સફળતા છે. એ સાહિત્ય વર્તુળના સભ્યો નિયમિત રીતે ભેગા થાય છે અને સાહિત્યને સેવે છે. તો આવી એક બેઠક દરમ્યાન પાંચ-છ સાહિત્ય રસિક વ્યક્તિઓએ ભેગા મળીને જોડણી ઉપર મસાલેદાર કવિતા મોકલી છે. સલામ છે એ જોડણીપ્રેમી સાહિત્ય રસિકોને !!!
તો મિત્રો, રાહ જુઓ - હવે પછીની દિલ-ધડક પોસ્ટનો, પ્રગટ થશે ગણતરીના દિવસોમાં!
બ્લોગ પર નજર નાખતા રહેજો અને કેહેવાજોગું કહેતા રહેજો.
ફરી એક વાર, તમારા તરફ્થી આ બ્લોગ માટે કાંઈ પણ મોકલવું હોય તો બિન્ધાસ્ત મોક્લી શકો છો.
અમારું સંપર્ક સૂત્ર છેઃ
ઈ-મેઈલઃ unjhajodani@gmail.com
1 | Chirag Patel
September 16, 2008 at 10:52 pm
ભાઈ, જોડણીની ભાગમ્ભાગમાં ગુજરાતી વ્યાકરણ તો સાચું વાપરો!!!