ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી

આભડછેટનો એરુ

Posted by: ઊંઝા જોડણી on: September 14, 2008

હમણાં એક મિત્રે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં પોસ્ટ થયેલી ઈ-મેઈલ ફોરવર્ડ કરી. એ ઈ-મેઈલ આમ તો એક વાંઝણી હૈયાવરાળ જ હતી, પણ એ ઈ-મેઈલનું મથાળુ [subject] બહુ વિચિત્ર હતું- આંખને ખટકે અને મગજમાં સણકો વાગે એવું!  એ મથાળુ આ પ્રમાણે હતું:

‘ગુજરાતી બ્લૉગજગતને પણ આભડછેટનો એરુ આભડી ગયો છે?’

આના પર શાંતિથી વિચાર કરતા લાગ્યું કે વાતમા દમ છે . લાગ્યું કે આ દમવાળી વાત દરેક દમામદાર બ્લોગર અને વાચક સુધી પહોંચવી તો જોઈએ.

તો વાચક મિત્રો, ગુજરાતી બ્લોગ જગતને કયો ખતરનાક એરુ આભડી ગયો/રહ્યો છે ?

મારો,

મારા અનેક બ્લોગર મિત્રોનો,

ગુજરાતી સાહિત્ય પરિષદનો,

ગૂજરાત વિદ્યાપીઠનો,

ગુજરાતી વર્તમાન પત્રોનો,

ગુજરાતી ભાષાના 99.99% પ્રોફેસરો, વિદ્વાનો અને સાહિત્યકારોનો,

ગુજરાતી પાઠ્ય પુસ્તક મંડળનો,

ગુજરાતના છ કરોડ લોકો સહિત સમગ્ર વિશ્વમાં વસતા દરેક સાચા ગુજરાતીનો,

ગુજરાતી સમજતા, બોલતા દરેક પશુ, પંખી, સૂક્ષ્મજીવોનો,

એક જ જવાબ છે….

અને એ જવાબ છે:

ગુજરાતી ભાષા સહિત ગુજરાતી બ્લોગ જગતને ઊંઝા જોડણીનો એરુ આભડી ગયો/રહ્યો છે!

—————————————

વાચકો, મારે એ ઈ-મેઈલ લખનાર સાથે તમને બધાને કહેવું છે કે આ ઊંઝા જોડણી પોતે જ કાતિલ ઝેરથી ભરેલો આભડછેટનો એરુ છે. એનું કારણ પણ દીવા જેવું ચોખ્ખું છેઃ

ઊંઝા જોડણી (એના પ્રચારકો/સમર્થકો દ્વારા) ગુજરાતી ભાષામાં આભડછેટ ફેલાવવાનું કામ કરી રહી છે.  હૃસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઊ’ ને લખાણમાંથી કાઢી મૂકવા, એમની સાથે ઓરમાયું અને ભેદભાવ ભરેલું વર્તન કરવું એ શું છે? કક્કા-બારાખડીના દરેક સભ્યનું ગુજરાતી ભાષામાં ચોક્કસ સ્થાન છે અને માન છે. એમની સાથે ઊંઝા જોડણી દ્વારા થતું આવું આભડછેટ ભર્યું વર્તન ગુજરાતી ભાષાને કલંકિત કરનારું છે.

6 Responses to "આભડછેટનો એરુ"

લે લે… આંય તો એરૂ ય આવી ગ્યા !!
લાગે છે કે હવે મદારીને મેદાનમાં તતુડી તતડાવવા આવવું જ પડશે !

હાલ ભાઈ મદારી આ એરૂઓને હાણચેથી ઝાલી ભાગોળે ફગાવતા આવીએ. એ એરૂ ફૂંફાડા મારવાનું બંધ કરી દેજે નીકર તારા દાંત પાડી નાખીશ.

Very good thought. I was the one who wrote that e-mail.

ભાઈ (બહેન તો નહીં જ હો), તમે લોકો સાચું નામ લખવાને પણ હીમ્મત નથી કરી શકતા!!! કેમ?

ભાઈ ચીરાગ,

કેમ ખબર પડી કે ભાઈ (બહેન નહી, વચ્ચેનું નહીં)? આ કળા ક્યાંથી શીખ્યા?

બહેન હોત તો આવો બ્લોગ જ લખે નહીં. વચ્ચેના હોય તો ખરાબ શબ્દોમાં લખે. એટલે 99.999 % અનુમાન છે કે ‘ભાઈ’ જ છે.

આ કળા શીખવાની ના હોય. મગજ હોય તો ખ્યાલ આવી ના જાય?

Leave a Reply