ઊંઝા જોડણી: ગુજરાતીની તોડણી

ઊંઝા જોડણીના આતંકવાદની રૂપરેખા

વાચક મિત્ર,

ભલે પધાર્યા. આ બ્લોગ પર આપનું સ્વાગત છે.

(*** જો આપને સાર્થ અને ઊંઝા જોડણીના તફાવતની ખબર ન હોય તો આ લેખ વાંચતા પહેલા લેખને અંતે આપેલી ફૂટનોટ જોઈ જવા વિનંતી).

છેલ્લા એક દોઢ વર્ષથી ઊંઝા જોડણીના આતંકવાદીઓ જુદા જુદા ગુજરાતી બ્લોગ પર ધાવો બોલાવી લોકોને ફોસલાવી પટાવી માતૃભાષા પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવા ઉકસાવી રહ્યા છે. આ આતંકવાદીઓ પોતાની જાતને ભાષાવિજ્ઞાનીઓ, ચિંતકો, ગુજરાતીના શિક્ષકો અને ઊંઝા જોડણીના પ્રચારકો તરીકે ઓળખાવે છે. ગુજરાતમાં જ જન્મેલા અને ગુજરાતી બોલતા આ આતંકવાદીઓ કોઈ ચોક્ક્સ રાજકીય હેતુઓ સાધવા સદીઓથી લખાતી આવતી ગુજરાતી લિપિ અને જોડણીને તહસ-નહસ કરવા માગે છે. ગુજરાતી બ્લોગરોને સામ, દામ, દંડ અને ભેદની નીતિથી પોતાના વશમાં કરી સાર્થ (યાને કે સાચી) જોડણી કરવાની જગ્યાએ ઊંઝા જોડણી કરવા માટે મજબૂર કરે છે.

આ ઊંઝા જોડણીના આતંકવાદીઓની રીત રસમ પણ ખુબ કપટી છે. શરૂઆતમાં તેઓ જુદા જુદા બ્લોગ પર વિઝિટ લઈ ઉત્સાહ વધારે એવા પ્રતિભાવો આપી નવા અને ઢીલા-પોચા બ્લોગરોને પોતાની પાંખમાં લે છે. પછી ધીમે ધીમે આ આતંકવાદીઓ એમનું અસલી રૂપ દેખાડે છે અને એ જ બ્લોગરોથી થતી જોડણીની નાની મોટી ભૂલોને જાહેરમાં બતાવી એમને હાસ્યાસ્પદ બનાવવાની કોશિશ કરે છે. આનાથી છેવટે તંગ આવી નબળા બ્લોગરો સાર્થ જોડણીને લાત મારી નવી અથવા તો ઊંઝા જોડણી વાપરવા માટે મજબૂર થાય એવી પરિસ્થિતિ ઊભી કરે છે. આવી હલકાઈથી ઈન્ટરનેટ પર ઊંઝાગીરી કરતા આ આતંકવાદીઓ એક મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે ગુજરાતી ભાષા અને અસ્મિતાને ધરમૂળથી હચમચાવવા માગે છે. આ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સૌથી ઘૃણાસ્પદ અને લોહિયાળ પ્રવૃત્તિ છે જાણીતા (જીવતા તેમજ દિવંગત) ગુજરાતી સાહિત્યકારોની રચનાઓ પર એમની જાણ બહાર બળાત્કાર કરી (આ રચનાઓને ઊંઝા જોડણીમાં ફેરવી) પોતાના બ્લોગ પર મુકવી, અથવા પીડીએફ બનાવી ઈ-મેઈલ વાટે હજારો ગુજરાતી લોકોમાં વહેતી કરવી. ભારતીય ભાષાઓમાં કદાચ ગુજરાતી જ એવી ભાષા હશે કે જેને આવી રીતે સરેઆમ નિર્વસ્ત્ર થઈ હજારો કોમ્પુટરના સ્ક્રીન પર મુજરો કરવો પડ્યો હશે. ધિક્કાર છે આવા દુર્યોધનોને અને દુઃશાસનોને જે ગુજરાતી ભાષા અને જોડણીને  બેઆબરૂ કરવામાં પાશવી આનંદ અનુભવે છે.

કેટલાક અતિશય જડ મગજના ઊંઝા પ્રચારકો/આતંકવાદીઓ જાહેર ચર્ચાઓ ઊભી કરી ઊંઝા જોડણીના ગુણગાન શરૂ કરી દે છે. માત્ર પોતાના ધોકા પછાડે રાખે છે. દરેક બ્લોગર અને વાચક એમની વાતમા ટપશી પૂરે અને વાહ વાહ કરે એવું ઈચ્છે છે. જો કોઈ એમને ન ગમતો વિચાર રજૂ કરે (એટલે કે  સાર્થ જોડણી વાપરવાની વાત કરે) તો તરત તેઓ ચિડાઈ જાય છે અને મગજ પરનો કાબૂ ગુમાવી એલફેલ શિખામણો અને ઉપદેશોનો પથ્થરમારો ચલાવે છે. આ ઊંઝા પ્રચારકો પોતે જ અસહિષ્ણુ હોવા છતા બીજા બધાને સહિષ્ણુ થવાની સલાહો આપતા ફરે છે. આ ઊંઝા પ્રચારકો/આતંકવાદીઓ માંની કેટલીક છાની છૂરીઓ સુગરકોટેડ અને ગોળગોળ લખી સામાન્ય ગુજરાતી બ્લોગરોને અને વાચકોને ભોળવવાના અખંડ પ્રયન્તો કરે છે. તો વળી પડદા પાછળથી દોરી સંચાર કરતા ઊંઝાના માફિયાઓ અને એમના ભાઈલોગ બ્લોગે બ્લોગે દોડી લોકોની જોડણીની ભૂલો કાઢવાનું કામ કરે છે. અધૂરામાં પૂરું આ ઊંઝા પ્રચારકોના અભણ અને ગમાર બોડીગાર્ડો (ટેકેદારો, ચેલાઓ, ચમચાઓ) સાચી જોડણીમાં લખવા માગતા બ્લોગરો સામે ધાકધમકી અને ગાળાગાળી અખત્યાર કરવામાં જરાય ઊંણા ઊતરતા નથી. આમ ઊંઝા જોડણીના પ્રચારકો/આતંકવાદીઓએ ગુજરાતી ભાષા પર અનેક પાંખિયો હુમલો શરૂ કર્યો છે.

ભગવાનની દયાથી આ આંતરરાષ્ટ્રિય ષડયંત્ર અને ઊંઝાનો આતંકવાદ ખૂબ આગળ વધી જાય એ પહેલાં કેટલાક જાગૃત ગુજરાતી બ્લોગરો અને વાચકોએ એને પડકારવાનું શરૂ કરી દીધું છે. જોકે મોટાભાગના ગુજરાતી વાચકો અને બ્લોગરો, ઊંઝાના આતંકવદીઓથી ડર્યા વગર, ચાલુ જોડણીમાં જ લખે છે એ ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે.  કોઈ પણ ભાષાના લખાણમાં નાની મોટી ભૂલો તો થવાની જ. ભગવાન લખવા બેસે તો પણ ભૂલો કરે. પણ એનો અર્થ એ નથી કે આપણે આપણી નબળાઈઓ ઢાંકવા ભાષા, લિપિ અને જોડણી સાથે બીભત્સ ચેડાઓ કરવાનું શરૂ કરીએ.  મા જેવી માતૃભાષાને સન્માનની નજરે જોઈ આપણે આપણી જાતને બને તેટલું સાચું લખાણ લખતી કરવાની છે, નહિ કે ઊંઝાના આતંકવાદીઓથી ડરીને માતૃભાષા સાથે પ્રકૃતિ વિરૂદ્ધનું કૃત્ય કરતી કરવાની. તો મિત્રો આવા કપરા સમયે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ગુજરાતી બ્લોગરોએ અને વાચકોએ શાંત છતાં મક્કમ રીતે ઊંઝાના આક્રમણને ખાળવું પડશે. જૂના અને જાણીતા ગુજરાતી બ્લોગરોએ નવા બ્લોગરોને ઊંઝા જોડણીની જાળમાં ફસાતા બચાવવા પડશે. મૂઠીભર વિકૃત મગજના બળાત્કારીઓથી આપણે માતૃભાષાને બચાવવી પડશે. ખાતરી છે કે આપ સહુના સહયોગથી અસત પર સતનો, અંધકાર પર ઉજાસનો અને ઊંઝા જોડણી પર સાર્થ જોડણીનો પ્રભાવ પથરાયા વગર નહિ રહે.

આ બ્લોગનો હેતુ વાચકોને ઇન્ટરનેટ પર પ્રસરેલા ઊંઝા જોડણીના આતંકવાદી પ્રચારથી માહિતગાર કરવાનો છે. આ બ્લોગ પર ઊંઝા જોડણી અને એના પ્રચારકોની અક્કલ વગરની હરકતોથી ઊભા થયેલા વિવાદોને જુદા જુદા સાહિત્ય સ્વરૂપે રજૂ કરી રમૂજ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.  ઊંઝા જોડણી પર લખાયેલા ઠઠ્ઠાકાવ્યો, કટાક્ષ અને વ્યંગ લેખો, ડોન કિહોટે પ્રકારની અંતહીન અને અનંત ચર્ચાઓની વેબલિન્કોનો રસપ્રદ ખજાનો અહીં એકઠો કરવાનો વિચાર છે. ઉપરાંત, જાણીતા સાર્થ અને ઊંઝા સમર્થક બ્લોગરોના વિચારો અને પ્રતિભાવોનું સંપાદન કરી મૌલિક ટિપ્પણીઓ કરવામાં આવશે. વાચકો પણ નિ:સંકોચ ખૂટતી વધતી કડીઓ મોકલી શકે છે. અન્ય કોઈ બ્લોગ પર ચાલેલી સાર્થ-ઊંઝાની ઝપાઝપીની લિન્ક પણ જણાવી શકે છે.

સાર્થ જોડણીમાં લખતા વાંચતા દરેક ગુજરાતી ભાઈ બહેન આ બ્લોગના માલિક છે. વહીવટી સરળતા ખાતર બે થી ત્રણ એક્ટિવ ગુજરાતી બ્લોગર આ બ્લોગને અપડેટ કરતા રહેશે. આ બ્લોગ અનિયમિત રીતે અને ઊંઝા જોડણીના આતંકની તીવ્રતા પ્રમાણે સક્રિય કે નિષ્ક્રિય રહેશે.આ બ્લોગના ઉદ્દેશ સાથે સુસંગત કન્ટેન્ટ કોઈ પણ વ્યક્તિ ઇ-મેઈલ દ્વારા બ્લોગ-માસ્ટરને મોકલી શકશે. બ્લોગ સંચાલકો માહિતી મોક્લનારની ગુપ્તતા જાળવવા પ્રતિબદ્ધ રહેશે.

સંપર્ક:

ઈ-મેઈલ:- unjhajodani@gmail.com (No strings attached- no reply)

*** ફૂટનોટ:

સાર્થ જોડણીને ઘણી વખત પરંપરાગત કે ચાલુ જોડણી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાર્થ જોડણી એટલે સાચી જોડણી જે વર્તમાનપત્રો, પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે. એક સામાન્ય ગુજરાતી નાગરીક ગુજરાતી લખતી વખતે જે જોડણી કરે છે તે સાર્થ જોડણી.

ઊંઝા જોડણી એટલે માત્ર લાંબો ઈ અને ટૂંકો  ઉ વાપરી વિકૃત રીતે લખવામાં આવતી ગુજરાતી.

ઊંઝા આધારિત નવી જોડણી એટલે ઊંઝા જોડણીનું પણ વધુ વિકૃત સ્વરૂપ જેમાં માત્ર એક ઈ એક ઉ વપરાય છે. ઉપરાંત ષ ની જગ્યાએ શ, ઋ નીજ્ગ્યાએ રુ, દૃ કે કૃ ની જ્ગ્યાએ દ્રુ અને ક્રુ વાપરવામાં આવે છે.

5 Responses to "ઊંઝા જોડણીના આતંકવાદની રૂપરેખા"

નબળા અને ઢીલા પોચા બ્લોગરને તો ઠીક, અનુભવી પીઢ બ્લોગરને પણ છોડતા નથી. જાતે જોઈ જુઓ – http://gujrati-kavita.blogspot.com/2007/12/blog-post.html

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

આ બ્લોગ વડે આપ અજ્ઞાત રહીને પણ એક્સેસિબલ બન્યા છો તે જાણીને આનંદ થયો.

ઊંઝા જોડણી અગે આપશ્રી ના બ્લોગના માધ્યમથી જાણવા મળ્યુ ,આભાર

નમસ્કાર

આપની રજૂઆત વાંચી અને સમજુ પણ છુ કે આપ શું કહેવા માંગો છો. સાર્થ જોડણી વાપરવા સાથે સંમત છું. પણ, મુશ્કેલી એ છે કે બાળપણમાં કોઇ શિક્ષકે જોડણી એટલે શું ? અને સાચી કે ખોટી જોડણી કેવી રીતે ચકાસવી ? તે જ ખબર નથી. તો આવો સાર્થ જોડણી માટે નો જોડણી કોષ (કે કોશ) ઓનલાઇન મદદ સ્વરૂપે હોય તો જણાવશો. કારણ કે મને તો તારિખ કે તારીખ આ બે માંથી સાચું શું તે જ ખબર નથી. કેમેક કોઇએ શીખવ્યું નથી.

આ મને જે મુશ્કેલી છે તેના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ આગળની પેઢીમાં આવશે કેમ કે જેમ જેમ અંગ્રેજી ભાષા નુ પ્રભુત્વ વધતું જાય છે તેમ તેમ તો આ માતૃભાષા મરજિયાત જ બનતી જતી જોવા મળે છે. ત્યારે શાળાના શિક્ષકોમાં જો આ જાગૃતિ લાવીને સાચી જોડણી તેમના દ્વારા શીખવવામાં આવે તો જ આપની આ વ્યથાને મૂલ્ય છે.

જો આ દિશામાં યોગ્ય અને અસરકારક પ્રયત્ન ન થઇ શકે તો એવું પણ બને કે માતૃભાષા માટે પ્રેમ ઊભો રાખવા માટે આગળ જતાં ઊંઝા જોડણી જ તારણહાર બની જાય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

Gravatar
WordPress.com Logo

Please log in to WordPress.com to post a comment to your blog.

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.